emp

Employment For the New Generation..
ROJGARI DARSHAN SUBSCRIPTION SCHEME:-FOR SIX MONTH RS.180/-(12 ISSUE),FOR ONE YEAR RS.350/-(24 ISSUE),FOR TWO YEAR RS.650/-(48 ISSUE)YOU CAN SUBSCRIBE BY HDFC BANK ACCOUNT NO.03797620000196.DEPOSIT & ADD BY MSG to.9998877154

.

.

રાજયનું મહેસૂલ ખાતુ ૧૮૦૦ નવા તલાટીઓની ભરતી કરશે

રાજયનું મહેસૂલ ખાતુ ૧૮૦૦ નવા તલાટીઓની ભરતી કરશે : ૨૦૧૩-૧૪ માટે ૧૦ll કરોડ મંજૂર કરાયા:-
         નાણા ખાતાએ મંજૂરી આપતા કાર્યવાહી શરૂ : તલાટી દીઠ ૧૦ ગામનું ભારણ ઘટાડાશેઃ પ્રારંભમાં ફીકસ પગાર : કોમ્‍પ્‍યુટરનું જ્ઞાન જરૂરી : પેન્‍શન સ્‍કીમનો લાભ આપવા વિચારણા
     રાજયના મહેસૂલ ખાતાએ હાલ રાજયમાં તલાટીકમ મંત્રીની ૧૮૦૦ જેટલી જગ્‍યા છે. તે બમણી કરવાનો નિર્ણય લઈ ૧૮૦૦ નવા તલાટીઓની ભરતી કરવાની કવાયત હાથ ધર્યાનું કલેકટર કચેરીનાં ઉચ્‍ચતમ સૂત્રોમાંથી જાણવા મળે છે.
      સાધનોએ જણાવ્‍યું હતું કે ૨૦૧૩-૧૪ ના નાણાકીય બજેટમાં આ જોગવાઈનો સમાવેશ કરાયેલ અને હવે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ માટે નાણા ખાતાએ ૧૦ll કરોડ પણ મંજૂર કરી દીધા છે.
      ભરતી સમયે તલાટી કમ મંત્રી કોમ્‍પ્‍યુટરનું જ્ઞાન ધરાવતા ફરજીયાત હોવાનો નિર્ણય લેવાયો છે. નવા ભરતી પામેલ તલાટીઓને ૪૫૦૦ થી ૫૦૦૦ વચ્‍ચે દર મહિને ફીકસ પગાર મળશે અને બાદમાં આ લોકોને પેન્‍શન સ્‍કીમનો લાભ મળે તે પ્રમાણે કાર્યવાહી થશે.
      સૂત્રોએ જણાવ્‍યું હતું કે નવા ૧૮૦૦ તલાટીઓની ભરતી પ્રક્રિયા અંગે દરેક કલેકટરને જાણ કરી દેવાઈ છે. તલાટી દીઠ હાલ ૧૦ ગામનું કામનું ભારણ છે તે ઓછુ કરાશે અને એક તલાટી દીઠ ૫ ગામો અપાશે. નવી જગ્‍યાઓ ૨૮-૨-૨૦૧૪ સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ ૧૮૦૦ નવા તલાટીની ભરતી થયે રાજકોટ સહિત જીલ્લા વાઈઝ તલાટીઓ ફાળવી દેવાશે તેમ જાણવા મળે છે.
       

No comments:

FACEBOOK

ROJGARI DARSHAN