emp

Employment For the New Generation..
ROJGARI DARSHAN SUBSCRIPTION SCHEME:-FOR SIX MONTH RS.180/-(12 ISSUE),FOR ONE YEAR RS.350/-(24 ISSUE),FOR TWO YEAR RS.650/-(48 ISSUE)YOU CAN SUBSCRIBE BY HDFC BANK ACCOUNT NO.03797620000196.DEPOSIT & ADD BY MSG to.9998877154

.

.

.

જામકંડોરણા તાલુકામાં મધ્‍યાહન ભોજન સંચાલક, રસોયા, મદદનીશની ભરતી:-
   જામકંડોરણા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્રમાં ખાલી પડેલી વિવિધ જગ્‍યાઓ પર ભરતી પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. જેમાં નવા માત્રાવડ, ઉજળા, વૈભવનગર, થોરડી, સનાળા, પીપળિયા એજન્‍સી ગામની શાળામાં સંચાલક, રસોયા, મદદનીશ તેમજ દડવી માટે સંચાલકની જગ્‍યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્‍યાઓ માટે નિયમોનુસાર માનદ વેતન મળશે. આ માટેના ફોર્મ મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતેથી તા.૯/૭/૨૦૧૩ સુધીમાં મેળવી તા.૧૦/૭/૨૦૧૩ સુધીમાં પરત કરી દેવાના રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
----------------------------------------------------------------------------------------------
એરમેન સીલેકશન સેન્ટર-૬, કોટનગ્રીન મુંબઇ દ્વારા ભારતીય વાયુદળમાં એરમેન એક્સ-ગૃપ જગ્યાઓ માટે ભરતી મેળો:-
  એરમેન સીલેકશન સેંન્ટર-૬, કોટનગ્રીન, મુંબઇ-૪૦૦૦૩૩ દ્વારા તારીખ ૧૪ જુલાઇ ૨૦૧૩ ના રોજ ભારતીય વાયુદળમા એરમેન એક્સ-ગ્રુપ જગ્યાઓ માટે મહેસાણા, પોલીસ હેડકવાટર્સ ખાતે ભરતી રેલીનું આયોજન કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાના ઉમેદવારો માટે માત્ર ૧૪ જુલાઇ ના રોજ સવારે ૫-૦૦ કલાકેથી ભરતી રેલીમાં પ્રવેશ આપવામાં આવનાર છે. ધોરણ-૧૨ (સાયન્સ પ્રવાહ) મેથેમેટીકસ, ફીઝીકસ, અંગ્રેજી ૫૦% કુલ ગુણ અને અંગ્રેજી માં ૫૦ માર્કસ અથવા ત્રણ વર્ષનો ડીપ્‍લોમાં એંન્જીનીયરીંગ (મીકેનીકલ, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનીકસ, ઓટોમોબાઇલ, કોમ્પ્‍યુટર સાયન્સ, ઇન્સ્ટુમેન્ટેશન મેન્ટ્રુમેન્ટેશન, ઇનફોર્મેશન ટેકનોલોજી) ૫૦% ગુણ અને અંગ્રેજી માં ૫૦ માર્કસ ( ડિપ્‍લોમાં અથવા ૧૨ ધોરણ માં) વયમર્યાદા-તા.૦૧-૦૫-૧૯૯૩ થી તા.૩૦-૧૧-૧૯૯૬ ની વચ્ચે જન્મેલા (બંને તારીખો સહિત), ઉંચાઇ ૧૫૨.૫ સે.મી ધરાવનાર ઉમેદવારો વાયુદળમાં એરમેન એક્સ-ગ્રુપ જગ્યાઓ માટે પાત્ર/લાયક છે.
એરમેન ભરતીમાં લેખિત પરીક્ષા માટે એચ.બી પેન્સીલ, રબ્બર, શાર્પનર, રાઇટીંગ પેડ સાથે લઇ જવું. એરમેન ભરતીમાં ૭ નંગ પાસપોર્ટસાઇઝ ફોટોગ્રાફસ, ૨ નંગ સરનામાં લખેલા ૨૬*૧૨ સે.મી સાઇઝના સફેદ કવર, તમામ ઓરીજીનલ માર્કશીટસ અને દરેક ની ત્રણ ઝેરોક્ષ કોપી, ગુજરાતબોર્ડ સિવાય અન્ય પરીક્ષાબોર્ડ માંથી જો ધો-૧૨ પાસ કર્યુ હોયતો ડોમીશાઇલ સર્ટીર્ફીકેટ સાથે લઇ જવું એરમેન ભરતી માટે ૯ મી જુલાઇ રોજ ૧૨.૦૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન-૨, સાંદિપની રોડ, પોરબંદર ફોન નં-૦૨૮૬-૨૨૨૨૦૪૧ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે અને વધુ માહિતી માટે  સંપર્ક કરવા માટે પેટા પ્રાદેશિક રોજગાર અધિકારી-પોરબંદરની યાદી જણાવે છે. www.rojgaridarshan.com

No comments:

FACEBOOK

ROJGARI DARSHAN